New Update
સુરતમાં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય અભિયાનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને કરાવ્યો હતો.
ગુજરાત રાજ્યનાં લોકોમાં જળસંચય પ્રત્યે જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્ય સાથે સુરતનાં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા ‘જળસંચય અભિયાન'નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ નેતાઓ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘જળશક્તિ અભિયાન’માં વર્ચ્યુઅલી હાજરી આપી હતી. તેમણે સંબોધન આપતા કહ્યું કે, દેશભરમાં વર્ષાનું તાંડવ જોવા મળ્યું છે, જેના કારણે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, મેં ક્યારેય એવો વરસાદ અને તાંડવ જોયો નથી. ક્યારેય વિચાર્યું નહોતું કે પ્રકૃતિ સામે ગુજરાત ટકી શકશે. પરંતુ, ગુજરાતનાં લોકોનો એક સ્વભાવ છે કે સંકટનાં સમયે એકબીજાને મળીને ચાલે છે. તેમણે કહ્યું કે, આ એક પ્રયાસ નહિ પણ પુણ્ય છે. આ એક ઉત્તરદાયિત્વ પણ છે.
Latest Stories