New Update
પુણા વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર
પુત્રી સમાન સગીરા સાથે આધેડે આચર્યું હતું દુષ્કર્મ
સગીરાએ શાળાએ જવાનું બંધ કરતાં મામલો સામે આવ્યો
સગીરાની માતાએ નરાધમ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ
પુણા પોલીસ દ્વારા દુષ્કર્મ આચરનારની ધરપકડ કરાય
સુરત શહેરના પુણા વિસ્તારમાં પુત્રી સમાન સગીરા સાથે દુષ્કર્મ આચરતા આધેડની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાંથી શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં મિત્રના પિતાએ પોતાના પુત્રની ઉમરની સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
પુત્રી સમાન સગીરાની આધેડે લાજ લૂંટી લેતા સગીરાએ હતાશ થઇ શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું. આ દરમ્યાન માતાએ પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. બનાવના પગલે માતાએ તાત્કાલિક પોલીસ મથકે નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો પુણા પોલીસે 45 વર્ષીય નરાધમ સંજય ફળદુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories