સુરત: જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, 13 મહિલા સહિત 22ની ધરપકડ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી

New Update
  • સુરત પોલીસને મળી મોટી સફળતા

  • હોટેલની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું

  • વોટ્સએપના માધ્યમથી ચાલતું હતું રેકેટ

  • 13 મહિલા સહિત 22 આરોપી ઝડપાયા

  • રૂ.3500થી 5 હજાર વસુલાતા હતા

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હોટેલ ની આડમાં ચાલતા હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટી પડદા ફાસ્ટ કર્યો છે પોલીસે આ મામલામાં થાઈલેન્ડ ની 13 મહિલા સહિત 22 આરોપીઓની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 13 વિદેશી મહિલાઓ અને 9 પુરુષ સાથે કુલ 22ની ધરપકડ કરવામાં આવી છે. તથા અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગ્રાહકો પાસેથી 3500થી 5 હજાર લઈ થાઈલેન્ડની મહિલાઓને 1500 ચૂકવવામાં આવતાં હતાં.
દરવાજો તોડીને અંદર પ્રવેશતા પોલીસને પ્રથમ એક હોલ મળ્યો, જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. કાઉન્ટરની ડાબી બાજુના પેસેજમાંથી આગળ વધતા રૂમ નંબર 403 માં 7 લોકો હાજર મળી આવ્યા હતા. આ રેડ દરમિયાન રૂમ નંબર 407માંથી 9 વિદેશી મહિલાઓ મળીને કુલ 13 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories