/connect-gujarat/media/media_files/2025/11/24/suicide-2025-11-24-13-33-23.jpg)
સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી ઝંપલાવી એક ફરિયાદી યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે આવેલા અંદાજે 35 વર્ષીય યુવકએ પોલીસ મથકના ચોથા માળેથી છલાંગ લગાવી મોતને વહાલું કરી લીધું હતું. આ યુવક તા. 24 નવેમ્બર-2025’ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન પર કોઈ રજૂઆત કરવા અથવા ફરિયાદ કરવા આવ્યો હતો. ત્યારબાદ અચાનક જ તે ટેરેસ પર પહોંચી ગયો હતો, અને ત્યાંથી કૂદી ગયો હતો. બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો, અને યુવકની તપાસ કરતા તેનું મોત થઈ ચૂક્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/24/limbayat-police-station-2025-11-24-13-33-43.jpg)
તો બીજી તરફ, ઘટનાના પગલે એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ લિંબાયત પોલીસ દ્વારા યુવકની ઓળખ સહિત તેના પરિવાર સુધી પહોંચવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.