-
પૂણાગામમાં ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ
-
વહેલી સવારે સર્જાયો અકસ્માત
-
રાજસ્થાની પરિવારની રૂમમાં સર્જાયો અકસ્માત
-
પરિવારના સભ્યો સહિત છ લોકો થયા ઇજાગ્રસ્ત
-
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
સુરતના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં વહેલી સવારે 6 કલાકે અચાનક રાંધણ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો,સર્જાયેલી ઘટનામાં છ લોકો દાઝી ગયા હતા,જયારે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પરની રૂમમાં મૂળ રાજસ્થાનના 42 વર્ષિય પપ્પુ ગજેન્દ્ર ભદોરીયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે. ગજેન્દ્ર રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સુઈ ગયા હતા. દરમિયાન વહેલી સવારે છ વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી. જેના પગલે રૂમમાં સુઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી હતી.
ત્યારબાદ સ્થાનિક લોકો દોડીને આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારના બે સભ્યો સહિત ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર ખસેડવામાં આવ્યા છે.