સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં 18 વર્ષીય યુવકે પોતાની માતાને વોટ્સએપ પર “સોરી મમ્મી” લખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આપઘાત કરનાર મૃતક યુવકનો 4 દિવસ પહેલા જ જન્મદિવસ હતો. સુરતમાં યુવાનો નાની નાની વાતોમાં આપઘાત કરવા જેવું પગલું ભરી રહ્યા છે. આવી જ એક ઘટના ખટોદરા વિસ્તારમાં સામે આવી છે.
સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય હાર્દીક ઝડફીયા નામના યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. મૃતક યુવકનો 4 દિવસ પહેલા જ જન્મદિવસ ગયો હતો, અને આપઘાત પહેલા તેણે પોતાની માતાને વોટ્સએપ પર “સોરી મમ્મી” લખીને મેસેજ કર્યો હતો, અને બાદમાં તેણે આ પગલું ભરી લીધું હતું.
સમગ્ર મામલે ખટોદરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ તપાસમાં મૃતક યુવકે સ્કુલ છોડી દીધી હતી. તેણે તેની મમ્મી પાસે પૈસા માંગ્યા હતા. જોકે, તેની માતાએ પૈસા નથી તેમ જણાવ્યું હતું. જે બાદ યુવકે માતાને મેસેજ કરીને આપઘાત કરી લીધો હતો. દીકરાના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.