/connect-gujarat/media/post_banners/f41408826e70ad62b2a0de5db28881039650adb5e79275e449cef5a5338c72db.jpg)
ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના ઓનલાઇન વેચાણનો સુરત શહેરમાં સૌથી મોટો પર્દાફાશ થયો છે. જેમાં વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો અને પ્રયાસ જીવદયાની મદદ લેવાઈ હતી. હાલ પોલીસે ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતાં ઇસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉત્તરાયણ પર્વની સુરત શહેર તથા જીલ્લામાં ધામધૂમથી ઉજવણી કરવાના આવે છે. આ દિવસે શહેરમાં મોટા ભાગે પતંગ રસિયાઓ પતંગ ઉડાવવાનો આનંદ માણતા હોય છે. તેવામાં એક બીજાની પતંગ કાપવા જાણે હોડ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. જેના કારણે લોકો ચાઇનીઝ દોરી લેવાનું વધુ પસંદ કરતા હોય છે. જો કે આ ચાઇનીઝ દોરી માણસો અને પશુપક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક હોય છે. સુરત શહેરમાં અવાર અવાર પતંગની દોરીથી અનેક અકસ્માત થઈ ગયા હોવાની ઘટના સામે આવતી રહે છે. જેથી ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સાથે જ અકસ્માતની ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ પણ એક્શનમાં આવી છે. કોઇ ચાઇનીઝ દોરાનું વેચાણ ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વ્યક્તિઓને દોરા સાથે ઝડપી પડાયા છે. જેમાં મહિધરપુરામાં 120, ઉધનામાંથી 20, સલાબતપુરામાં 22 અને સરથાણામાંથી 10 ચાઈનીઝ દોરી સાથેની ફીરકીઓ જપ્ત કરવામાં આવી છે. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો ( ન્યૂ દિલ્હી ) અને પ્રયાસ જીવદયાના સંયુક્ત સાયહોગથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારના ગુન્હા નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.