ગુજરાત સરકારનો અભિગમ એસટી. આપને દ્વારે
દિવાળી પર્વ નિમિત્તે એસટી. વિભાગ દ્વારા આયોજન
દિવાળી પર એસટી. વિભાગ દોડાવશે એકસ્ટ્રા બસો
1600 એસટી. બસો તો ફક્ત સુરતમાંથી જ ચાલશે
ઓનલાઈન બુકિંગના કારણે મુસાફરોને મોટી રાહત
દિવાળીના તહેવારોને લઈને સુરતમાં એસટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી પર્વ નિમિત્તે એસટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.
ગુજરાત સરકારના અભિગમ એસટી. આપને દ્વારે થકી દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતાં લોકો માટે એસટી. વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા સાથે એસટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં ભાવનગર, અમરેલી, ગારિયાધાર, મહુવા તેમજ સુરતથી દાહોદ, ઝાલોદ તરફના રુટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. ઝાલોદ, દાહોદ તરફની એક્સ્ટ્રા બસો સુરત મેઈન બસ સ્ટેશન તેમજ રામનગર અને જહાંગીરપુરાથી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. એટલું જ નહીં, 220 જેટલી ગાડીઓ ઓનલાઇન બુકીંગ થઈ છે. આ ઉપરાંત બસમાં જો ખાલી સીટ હશે તો લોકો સ્થળ પર જ કંડકટર પાસેથી ટિકિટ મેળવી શકશે, તેવું આયોજન કરવામાં આવ્યું છે.