સુરત : પાલ-દાંડી રોડ પર ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 17 નબીરાઓ ઝડપાયા, 5 લકઝરીયસ કાર-દારૂની બોટલો જપ્ત

સુરત શહેરમાં દિવાળીની રજાઓ શરૂ થવાની સાથે જ પાર્ટીઓનો દોર પણ શરૂ થઈ ગયો છે, ત્યારે પાલ-દાંડી રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડી પોલીસે 17 નબીરાઓની અટકાયત કરી હતી.

New Update
Advertisment

દિવાળીની રજાઓ શરૂ થતાં જ પાર્ટીઓનો દોર શરૂ થયો

Advertisment

પાલ પોલીસની હદમાં દાંડી રોડના ભરવાડ વાસની ઘટના

દારૂની મહેફિલ પર પાલ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી

17 નબીરાઓને દારૂની પાર્ટી કરતા રંગેહાથ ઝડપી પાડ્યા

5 લકઝરીયસ કાર સહિત દારૂની બોટલો પોલીસે જપ્ત કરી

સુરત શહેરમાં દિવાળીની રજાઓ શરૂ થવાની સાથે જ પાર્ટીઓનો દોર પણ શરૂ થઈ ગયો છેત્યારે પાલ-દાંડી રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડી પોલીસે 17 નબીરાઓની અટકાયત કરી હતી.

સુરત શહેર તથા જીલ્લામાં પ્રી-દિવાલી સેલિબ્રેશનના નામ પર ઠેરઠેર પાર્ટીઓના આયોજનો થઈ રહ્યા છે. આ પાર્ટીઓમાં દારૂની છોળો ઉડતી હોય છે. ત્યાર બાદ મોડી રાત સુધી ડાન્સ થતો હોય છે. તેવામાં ગત રવિવારની રાત્રે પાલ દાંડી રોડ પર ભરવાડ વાસ નજીક આવેલ ફાર્મ હાઉસમાં કેટલાક બિલ્ડર અને નબીરાઓ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં દારૂ પીવાનો મુખ્ય કાર્યક્રમ હતો. દારૂની પાર્ટી અંગે બાતમી મળતા જ પાલ પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડતા પાર્ટીમાં નાસભાગ મચી હતી. પાછલા દરવાજેથી નબીરાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પોલીસને 17 જેટલા બિલ્ડરનબીરાઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જેમાંથી 16 જેટલા નબીરાઓ રાજાપાટમાં હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે લક્ઝુરિયસ કાર સહિત દારૂની બોટલો જપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories