સુરત : સ્માર્ટ વોચ-માઇક્રો ઝેરોક્ષ કોપીનો ઉપયોગ વીર નર્મદ યુનિવર્સિટીમાં 196 વિદ્યાર્થીઓ પરીક્ષા કોપી કરતા ઝડપાયા

VNSGUમાં પરીક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. વિદ્યાર્થીઓ સામે દંડની કાર્યવાહી સહિત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

New Update
સુરત : સ્માર્ટ વોચ-માઇક્રો ઝેરોક્ષ કોપીનો ઉપયોગ વીર નર્મદ યુનિવર્સિટીમાં 196 વિદ્યાર્થીઓ પરીક્ષા કોપી કરતા ઝડપાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. વિદ્યાર્થીઓ સામે દંડની કાર્યવાહી સહિત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ અને માઇક્રો ઝેરોક્ષ કોપીનો ઉપયોગ કરી પરીક્ષામાં ચોરી કરતા હતા.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી.કોમ, બીએસસી પરીક્ષા પુર્વ થઈ ગઈ છે, પરીક્ષા દરમિયાન કોપી કરતા 196 વિદ્યાર્થીઓ પરીક્ષા સ્કોડના હાથે ઝડપાયા હતા. વિદ્યાર્થીઓ પાસેથી માઇક્રો ઝેરોક્ષ કોપી, સ્માર્ટ વોચ સહિત પરીક્ષા દરમિયાન ઉપયોગ કરી કોપી કરતા હતા. તો ઘણા વિદ્યાર્થીઓ હોલ ટિકિટ સાથે રાઈટિંગ પેડની પાછળ, હાથ અને પગ પર જવાબ લખીને આવ્યા હતા. જોકે, યુનિવર્સિટીએ આ તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયોમાં શૂન્ય માર્ક આપવા સાથે રૂ. 500ની પેનલ્ટી લગાવી છે. જેમાં 196 વિદ્યાર્થીઓ માંથી 38 જેટલી વિદ્યાર્થીનીઓ પણ પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ હતી.

Latest Stories