/connect-gujarat/media/post_banners/dd7bd9ba2828c37eff81912813b7722f876800938b4b60a5a61e0d1d384d9d36.jpg)
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ઉધના વિસ્તારમાં પીવાના પાણીની 10 ફૂટ ઊંડી ટાંકી સાફ કરવા ઉતરેલા 45 વર્ષીય દિનેશભાઈ અને 24 વર્ષીય મિલનભાઈને અચાનક ગુંગળામણ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. બનવાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ, બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા માન દરવાજા અને ભેસ્તાન ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી, જ્યાં ફાયર ફાઇટરોએ બન્ને લોકોને બહાર કાઢવા રેસક્યું હાથ ધર્યુ હતું. ત્યારબાદ ભારે જહેમત સાથે બન્નેને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ બન્નેની હાલત અતિ ગંભીર માનવામાં આવી રહી છે.