/connect-gujarat/media/post_banners/000bcf63806dfc2947e40d7de09cbd0039cae01c65ff9146a00eb2e4b54c6089.jpg)
સુરત શહેરમાં પાંડેસરા પોલીસે નશાના કાળા કાળોબારનો પર્દાફાશ કર્યો છે. જેમાં નશા માટે ઉપયોગમાં લેવાતા પેપરનું વેચાણ કરતા 2 યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી સુરત શહેર તથા જિલ્લાના નશાનો કાળો કાળોબાર ચાલી રહ્યો હોવાથી પોલીસ એક્શનમાં આવી છે. તેવામાં અહી નશા માટે ઉપયોગમાં લેવાતા પેપરનું વેચાણ પણ હાલ ખૂબ વધ્યું છે. જેમાં કેટલાક નશાખોરો આ પેપરમો રોલ બનાવી તેમાં ગાંજો નાખીને સિગરેટની જેમ પીવા માટે તેનો ઉપયોગ કરે છે, ત્યારે આ પેપરનું વેચાણ કરતા લલ્લન યાદવ અને ગોવર્ધન નામના 2 યુવકોની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. આ બન્ને યુવકો ગોગો, કોબ્રા અને રોલર બિયર પેપરનું વેચાણ કરતા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ગોવર્ધન પંજાબના લુધિયાણાથી આ પેપર મંગાવતો હતો. અને ત્યારબાદ ગોવર્ધન લલ્લન યાદવને આ પેપર વેચવા માટે આપતો હતો. પાંડેસરા પોલીસે આ બન્ને યુવકો પાસેથી પેપરના રોલ મળી કુલ રૂપિયા 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.