/connect-gujarat/media/post_banners/ec32fa96161789252298f3dcd961644174a1eac17d8d672183db9f5bb9143e89.jpg)
સુરત શહેરમાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓને ડામવા પોલીસ દ્વારા સાયબર સંજીવની નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી.
સુરતમાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓને ડામવા માટે શહેર પોલીસ દ્વારા સાયબર સંજીવની અંગે અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ આગામી 2 સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે. આ કાર્યક્રમ ખાસ ઓનલાઇન રાખવામાં આવ્યો છે અને શહેરની જનતાને જોડાવવા માટે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન ખાસ અપીલ કરવામાં આવી છે.
પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું છે કે વર્ષ 2021 સુધીમાં કુલ 203 જેટલા ગુના નોંધાયા છે. જે પૈકી 70 ગુનાઓનો ભેદ ઉકેલી 1.34 કરોડ રૂપિયાની રકમ ભોગ બનેલાઓને રિફંડ અપાવવામાં આવી છે. વર્ષ 2018 થી વર્ષ ૨૦૨૦ સુધી સુરત શહેર સાયબર ક્રાઇમ અને પોલીસ મથકમાં કુલ 894 જેટલા ગુના સાઇબર ક્રાઇમના નોંધાયા હોવાનું પણ કમિશ્નરે ઉમેર્યું હતું.