/connect-gujarat/media/post_banners/71684a4144f0f7ffb0692ec5f83b1065a8d1cf7c5cb14ccbeaeb8e13fd4c6d59.jpg)
સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 26 ઉમેદવારોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે
સુરતમાં આજે જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ રહી છે 26 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને છે. પ્રમુખ પદમાં5 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ છેખાસ કરીને પ્રમુખ પદમાં પી ટી રાણા,હસમુખ લાલવાલા વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે.ઉપપ્રમુખની ચૂંટણીમાં 5 ઉમેદવારો મેદાને છે.ઉપપ્રમુખમાં અમર પટેલ, વિરાટ સુર્વ વચ્ચે રસાકસી ભર્યો જંગ છે.જનરલ,જોઈન્ટ સેક્રેટરીપદમાં 9 ઉમેદવારો મેદાને છે જનરલ સેક્રેટરીપદમાં ચંદ્રેશ પીપળીયા,એચ આઈ પટેલ વચ્ચે જંગ જામ્યો છે.ખજાનચીપદમાં 4 ઉમેદવારો ચૂંટણી મેદાને છે.કુલ 3887 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરી રહ્યા છે.સિનીયર વકીલો અને જુનિયર વકીલોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.