સુરત: હ્રદય રોગના હુમલાના કારણે 28 વર્ષીય યુવાનનું મોત,પરિવારમાં માતમ

સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે.હજીરા ખાતે 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતુ

New Update
સુરત: હ્રદય રોગના હુમલાના કારણે 28 વર્ષીય યુવાનનું મોત,પરિવારમાં માતમ

સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે.હજીરા ખાતે 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતુ

સુરત શહેરના હજીરા ખાતે આવેલ ભટલાઈ ખાતે રહેતો 28 વર્ષીય રાહુલ સિંહ ઘરે એકલો હતો અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતા તાત્કાલિક 108 ને જાણ કરતા 108 ના કર્મચારી સ્થળે દોડી આવ્યા હતા. યુવકને તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો.મૃતક યુવકના સંબંધી સુનિલ સિંહએ જણાવ્યું હતું કે રાહુલ સિંહ ઘરે એકલો રહેતો હતો. એકદમ તંદુરસ્ત હતો એને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી. રાત્રી દરમિયાન તેનો ફોન આવ્યો અને તેનો અવાજ વ્યવસ્થિત રીતે આવતો ન હતો તાત્કાલિક અમે મિત્રો તેના ઘરે દોડી આવ્યા હતા.રાહુલને શ્વાસ લેવામાં તકલીફો પડી રહી હતી.તે બોલી પણ શકતો ન હતો. રાહુલે કાગળ પર લખીને અમને 108 ને જાણ કરવા જણાવ્યું હતું. 108 ને જાણ કરવાની સાથે દોડી આવી હતી અને 108 ના કર્મચારીએ રાહુલને મૃત જાહેર કર્યો હતો

Latest Stories