સુરત: GSTના સુપ્રીટેન્ડન્ટ સહિત 3 કર્મચારીઓ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા

GST સુપ્રીટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા ઈન્સ્પેકટર અને ઓપરેટર પણ ઝડપાયા રૂ.15 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા

New Update
સુરત: GSTના સુપ્રીટેન્ડન્ટ સહિત 3 કર્મચારીઓ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા

સુરત સ્ટેટ જીએસટીના સુપ્રીટેન્ડન્ટ ઇન્સ્પેક્ટર અને ઓપરેટર રૂપિયા ૧૫ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા છે.યાર્નના વેપારી પાસે ૩૮ લાખ રૂપિયાનો શંકાસ્પદ ધંધો કર્યાનો આક્ષેપ મૂકી લાંચ માંગવામાં આવી હતીસુરતના કામરેજ વિસ્તારમાં યાર્નના વેપાર સાથે સંકળાયેલા એક વેપારી પાસે સુરત સ્ટેટ જીએસટીના જસ્ટિન કાંતિલાલ માસ્તર,જીએસટી ઇન્સ્પેક્ટર આશિષ ગહેલાવત અને અન્ય ડેટા ઓપરેટર જીમીએ સાથે મળીને એવો આક્ષેપ કર્યો હતો..

યાર્નના વેપારીએ ૩૮ લાખ રૂપિયાનો જે ધંધો કર્યો છે તે શંકાસ્પદ છે આ કેસ પતાવવા માટે 15 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જો કે વેપારીના ભાઈએ સુરત એ.સી.બીનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી સ્ટેટ જીએસટીની ઓફિસના ચોથા માળે જસ્ટિન માસ્ટર,ઇન્સ્પેક્ટર આશિષ ગહેલાવત અને ડેટા ઓપરેટર જીમી ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા એસીબીના છટકામાં ઝડપાયેલા આ ત્રણે કર્મચારીઓની લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે