સુરત : RTOની લિંક મારફતે લોકો સાથે છેતરપિંડી આચરનાર ઝારખંડની “જામતારા ગેંગ”ના લીડર સહિત 3 શખ્સોની ધરપકડ

સુરત શહેરમાં RTOની લિંક દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરનાર જામતારા ગેંગના લીડર સહિત 3 શખ્સોની સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • RTOની લિંક મારફતે લોકો સાથે થતી છેતરપિંડી

  • છેતરપિંડી કરતાં શખ્સો પોલીસના રડારમાં આવ્યા

  • જામતારા ગેંગના લીડર સહિત 3 શખ્સોની ધરપકડ

  • ઝારખંડથી ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી

  • આરોપીઓ બેન્ક ખાતામાં પૈસા ઉપાડી લેતા : પોલીસ

સુરત શહેરમાં RTOની લિંક દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરનાર જામતારા ગેંગના લીડર સહિત 3 શખ્સોની સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજના ડિજિટલ યુગમાં જ્યારે દરેક જાણકારી મોબાઇલમાં મળે છે. સાઇબર ગઠિયાઓ પણ નવી-નવી તરકીબો અપનાવી લોકોને ઠગવાનો પ્રયાસ કરે છેત્યારે હવેસુરતમાં RTOની લિંક દ્વારા ઠગાઈ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સુરત સાયબર સેલએ જામતારા ગેંગના લીડર સહિત 3 લોકોને ઝારખંડથી ઝડપી પાડ્યા છે. આ ભેજાબાજોએ મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કરી દેતા રેકેટના મૂળ સુધી પહોંચવામાં પોલીસની મુશ્કેલી વધી હતી. જોકેડુમસ ખાતે રહેતા એક વૃદ્ધને ગત તા. 27 ઓગસ્ટના રોજ અજાણ્યા નંબર પરથી RTO ઈ-ચલણની એપ્લિકેશન ફાઈલ આવી હતીત્યારે વૃદ્ધે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં નામજન્મ તારીખ અને બેન્કના ક્રેડિટ કાર્ડની વિગતો નાખી હતી. ત્યારબાદ પેમેન્ટ પે ઓપ્શન પર ક્લિક કરતાં જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. ગઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી લીધો હતોજ્યારે એપ્લિકેશન બંધ થતા જ કાર્ડમાંથી 50 હજારના 4 ટ્રાન્ઝેક્શન અને 45 હજારનું ટ્રાન્ઝેક્શન મળી રૂપિયા ખાતામાંથી ઉપાડી લીધા હતાત્યારે હાલ તો પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેયસરની કાર્યવાહી હાથ ધરી છે.