Connect Gujarat
સુરત 

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં જન્મતા 100 બાળકે 31 બાળકો કુપોષિત, સરકારના અથાગ પ્રયાસો વચ્ચે સ્થિતિ વિપરિત..!

સગર્ભા બહેનો માટે ગુજરાત સરકારની જનની યોજના પર કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કુપોષિત બાળકોનો રેશિયો 31.56 ટકા સુધી પહોચ્યો છે.

X

સગર્ભા બહેનો માટે ગુજરાત સરકારની જનની યોજના પર કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કુપોષિત બાળકોનો રેશિયો 31.56 ટકા સુધી પહોચ્યો છે.

ગુજરાત સરકારની જનની યોજના અંતર્ગત સગર્ભા મહિલા બીજા કે, ત્રીજા મહિને તપાસ અર્થે આવે, ત્યારે પોષણક્ષમ આહાર માટે ચાર્ટ બનાવી મહિને 2 કિલો ગોળ, 2 કિલો મગ અને 2 કિલો ચણા અપાય છે. તબક્કાવાર 5 હજારની સહાય ઉપરાંત જનની સુરક્ષા યોજના અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ દર મહિને નજીકની આંગણવાડી પરથી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સિંગતેલ પણ મળે છે. આ વર્ષે સરકારે 811 કરોડની અને 5 વર્ષ માટે 4 હજાર કરોડના ખર્ચની જોગવાઇ છે. સગર્ભાને પોષણક્ષમ બનાવવા સરકારના અથાગ પ્રયાસો વચ્ચે પણ સુરતમાં સ્થિતિ વિપરિત જોવા મળી છે. તો બીજી તરફ, વળસતી સ્થિતિ વચ્ચે મનપાની હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હીરપરા અને કોર્પોરેટરે સ્મીમેર હોસ્પિટલના કિચનની મુલાકાત લીધી હતી, જ્યાં તો કેટલી વાનગીમાં જીવાત હોવાનું જોવા મળ્યું હતું. એટલું જ નહીં શાકભાજી ઉપર પણ જીવાત જોવા મળી હોવાનું જણાવ્યુ હતું.

Next Story