સુરત:લિંબાયત વિસ્તારમાં 7 ઇસમોએ લૂંટ કરી એક વ્યક્તિની કરી હત્યા,ચોંકાવનારા સીસીટીવી બહાર આવ્યા

લીંબાયત વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. 7 જેટલા અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી એક યુવકની હત્યા કરી ફરાર

New Update
સુરત:લિંબાયત વિસ્તારમાં 7 ઇસમોએ લૂંટ કરી એક વ્યક્તિની કરી હત્યા,ચોંકાવનારા સીસીટીવી બહાર આવ્યા

સુરતના લીંબાયત વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. 7 જેટલા અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી એક યુવકની હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી

સુરત શહેરમાં દિન પ્રતિદિન ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે શહેરમાં એક બાદ એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે લિંબાયત વિસ્તારમાં હત્યાની વધુ એક ઘટના બની છે. કૈલાશ નગર ખાતે લૂંટની ઘટનાને અંજામ આપી દેવારામભાઈ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે લીંબાયતમાં કૈલાશનગરની સામે કલ્પના સોસાયટીમાં 7 જેટલા અજાણ્યા આરોપીઓએ તીક્ષ્ણ હથિયારની અણીએ લૂંટ ચલાવી હત્યા કરી ફરાર થઈ ગયા છે કિંમતી વસ્તુઓ અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપી સીસીટીવીમાં કેદ થયા છે. હાલ પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે

Latest Stories