સુરત: પોલીસને ફાળવાયા 795 બોડી વોર્ન કેમેરા, કામગીરી બનશે અસરકારક

સુરતમાં ગુનાખોરીને ડામવા માટે હવે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે.

New Update
સુરત: પોલીસને ફાળવાયા 795 બોડી વોર્ન કેમેરા, કામગીરી બનશે અસરકારક

સુરતમાં ગુનાખોરીને ડામવા માટે હવે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે.પોલીસના પ્રજા તરફના વર્તન અને પ્રજાના પોલીસ તરફના વર્તન અને ઘર્ષણમાં બોડીવોર્ન કેમેરાની અસરકારક ભૂમિકા જોવા મળશે

Advertisment

પોલીસ સામાન્ય નાગરિકો વચ્ચે સાથે ગેરવર્તન કર્યા હોવાની ચર્ચા સામે આવતી હોય છે તેમ જ પોલીસ સામે પણ નાગરિક ગેરવર્તન કરતા હોય તેવા સમાચાર જોવા મળતા હોય છે પરંતુ હવે સુરત પોલીસ ગુનાખોરીને ડામવા માટે બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવશે રાજ્ય સરકાર દ્વારા સુરત પોલીસને 795 બોડી વોર્ન કૅમેરા ફાળવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ ટ્રાફિક નિયમ પેટ્રોલિંગ, તાલીમ,રેઈડ દરમિયાન અને સભા સરઘસોમાં કેવી રીતે કરવો તે અંગેની તાલીમ 250 પોલીસકર્મીઓને આપવામાં આવી છે. પોલીસ કમિશનર અજયકુમાર તોમર જણાવ્યું હતું કે બોડી વોર્ન કેમેરા પોલીસને એક્ટિવ અને સજાગતાથી પોતાની ફરજો બનાવવામાં મદદરૂપ થશે તથા પોલીસનું પ્રજા તરફનું વર્તન અને પોલીસ તરફના વર્તનમાં અને ઘર્ષણ બોડી વોર્ન કેમેરાની અસરકારક ભૂમિકા સાબિત થશે.

Advertisment