Connect Gujarat
સુરત 

સુરત: 8 વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત,પરિવારમાં શોકનો માહોલ

સુરતની સચીન જીઆઈડીસી વિસ્તારમાં એક 8 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બાળક પોતાના બાળકમિત્રો જોડે રમવા માટે બહાર નીકળ્યો હતો.

X

સુરતની સચીન જીઆઈડીસી વિસ્તારમાં એક 8 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બાળક પોતાના બાળકમિત્રો જોડે રમવા માટે બહાર નીકળ્યો હતો.

મૂળ ઝારખંડમાં આવેલ છતારા જિલ્લા કુંભારી ગામના ધીરજકુમાર સિંગ પરિવાર સાથે સચિન વિસ્તારમાં આવેલા માધવદીપ એપાર્ટમેન્ટમાં રહે છે. ધીરજકુમાર સિંગ લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં બે દીકરા છે. નાનો દીકરો નીતીશ ધોરણ 3માં અભ્યાસ કરે છે.11 સપ્ટેમ્બરના રોજ નીતિશની બર્થ ડે હતો. જેથી ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી. નીતીશ મિત્રો સાથે બર્થ ડે હોવાથી રમ્યો હતો. જેથી ગત રોજ સ્કૂલે ગયો ન હતો. સાંજે સાથી મિત્રો સાથે ઘરેથી રમવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ તમામ મિત્રો કંસાડ ગામ પાસે આવેલ તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાં નીતીશ ડૂબવા લાગતા સાથી મિત્રો બૂમાબૂમ કરી હતી.બાળકોની બૂમાબૂમ પગલે નજીકમાં જ રેલવેની કામગીરી કરી રહેલા કામદારો દોડી ગયા હતા. નીતીશને પાણીમાંથી બહાર કાઢી 108ને જાણ કરી હતી.108એ ઘટના સ્થળે પહોંચી તપાસી નીતીશને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન પરિવારને પણ જાણ થતાં દોડી આવ્યું હતું. ત્યારબાદ બાળકના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.

Next Story