Connect Gujarat
સુરત 

સુરત: કોરોનાના કોહરામથી તંત્ર થયું દોડતું,બપોર સુધીમાં નોંધાયા 813 પોઝિટિવ કેસ

સુરત શહેરમાં કોરોનાનો કહે જોવા મળી રહયો છે ત્યારે આજે બપોર સુધીમાં જ કોરોનાના 813 કેસ નોંધાયા છે

X

સુરત શહેરમાં કોરોનાનો કહે જોવા મળી રહયો છે ત્યારે આજે બપોર સુધીમાં જ કોરોનાના 813 કેસ નોંધાયા છે

સુરત શહેરમાં આજે બપોરે સુધી વધુ 813 કોરોના પોઝિટિવ દર્દી સાથે કુલ આંકડો વધીને 1 લાખ 40 હજાર 128 પર પહોંચ્યો છે. સુરત શહેરમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 16 દિવસમાં સુરત શહેરમાં 24 હજાર કેસનો વધારો થયો છે, જેમાં સૌથી વધુ 5500 કેસ અઠવા ઝોનમાં નોંધાયા છે, જે કુલ કેસના 23 ટકા જેટલા થાય છે. જ્યારે રાંદેર ઝોનમાં પણ 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 2 દિવસથી કતારગામ, વરાછા-એ અને ઉધના ઝોનમાં પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. અઠવા અને રાંદેરના મોટાભાગના વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયેલા છે. આ સાથે જ ઠેર-ઠેર હાઈ રિસ્ક એરિયામાં પ્રવેશી રહ્યા હોવાનાં બોર્ડ પણ લગાવાયાં છે.

Next Story