-
ડિંડોલી વિસ્તારમાં 2 યુવકો વચ્ચે ખેલાયો ખૂની ખેલ
-
ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ચપ્પુના ઘા ઝીંક્યા
-
ગંભીર ઇજાના પગલે 17 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું
-
ઉછીના રૂપિયાની ઉઘરાણીમાં થઈ હતી હત્યા : પોલીસ
-
હત્યારા શખ્સની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ઉછીના રૂપિયાની ઉઘરાણી બાબતે હત્યાને અંજામ આપનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં દાણા-ચણાના રૂપિયા આપવા જેવી નજીવી બાબતે 2 યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં બંને વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવકે 17 વર્ષના કિશોરની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી.
બનાવના પગલે ડિંડોલી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી હત્યારા ગણેશ સુર્યવંશીની ધરપકડ કરી હતી. મૃતકના પિતાએ દાણા-ચણા વેચતી માહિલાને 1 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા, જ્યાં 17 વર્ષીય પ્રણવ ઉછીના રૂપિયા લેવા માટે પહોંચ્યો હતો, ત્યારે આરોપી ગણેશ અને પ્રણવ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઇ ગયેલા પ્રણવે ગણેશને તમાચો મારી દીધો હતો. તેવામાં ચપ્પુ લઇને આવેલા ગણેશે પ્રણય પર ચપ્પુના ઉપરાછાપરી ઘા વરસાવ્યા હતા. જેમાં ગંભીર ઇજાના પગલે પ્રણવનું મોત નીપજયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.