સુરત : માતાએ નવો મોબાઈલ ફોન ન લઈ આપતા 19 વર્ષીય યુવકે કર્યો આપઘાત..!

સચિન વિસ્તારમાં માતાએ નવો મોબાઈલ ફોન ન લઈ આપતા 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

New Update
સુરત : માતાએ નવો મોબાઈલ ફોન ન લઈ આપતા 19 વર્ષીય યુવકે કર્યો આપઘાત..!

સુરત શહેરના સચિન વિસ્તારમાં માતાએ નવો મોબાઈલ ફોન ન લઈ આપતા 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની સંજીવકુમાર શર્મા સુરત શહેરના સચિન જીઆઇડીસી ખાતે આવેલ શ્રીજી પ્રવેશ સોસાયટીમાં પરીવાર સાથે રહે છે. સંજીવકુમાર શર્માનો 19 વર્ષનો પુત્ર પારસ શર્માનો 10 દિવસ બાદ જન્મદિવસ હતો. જેથી પારસ માતા પાસે જન્મદિવસ પહેલા નવા એન્ડ્રોઇડ મોબાઇલની માંગણી કરતો હતો. જોકે, માતાએ મોબાઇલ ફોન નહીં લઈ આપતા યુવકે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક પારસના પિતા સંજીવકુમાર શર્મા સચિન જીઆઇડીસી ખાતે લુમ્સના કારખાનામાં કામ કરે છે. સાથે જ માતા અને તેનો મોટો ભાઈ કુણાલ શર્મા પણ નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. મૃતક પારસનો 10 દિવસ બાદ જન્મદિવસ હતો, જ્યારે જન્મદિવસ પહેલા જ પારસ પરિવાર પાસે નવા એન્ડ્રોઇડ મોબાઈલ ફોનની માંગણી કરતો હતો. જે કેટલાક દિવસથી માતા પાસે નવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન લેવા માટે જીત લગાવીને બેઠો હતો. જોકે, માતાએ નવો મોબાઈલ ફોન નહીં લઈ આપતા યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Latest Stories