સુરત : જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી ચેક લખાવી લેતો ભેજાબાજ ઝડપાયો...

સુરતમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વ્યાજખોરની ઓફિસમાં દરોડા પાડી વ્યાજખોર દિલીપ બોધરાની કોરા ચેક અને પ્રોમેશરી કોરી નોટો સહિતના દસ્તાવેજો સાથે ધરપકડ કરી છે.

New Update

સુરતમાં પોલીસે હવે વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ મહાવીર કોમ્પલેક્ષમાં દિલીપ ઘોઘરા ફાઇનાન્સની ઓફિસ ધરાવે છે. આરોપી દિલીપ ઘોઘરા જરૂરિયાતમંદ લોકોને વધુ ટકાના ભાવે પૈસા આપી વસૂલી કરતો હોવાની ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા આરોપી દિલીપની ઓફિસમાંથી પોલીસને 24 કોરા ચેક, 36 પ્રોમિસરી નોટ મળી આવી હતી. જેમાં 4,80,000 રૂપિયાના ચેક અને 2,33,000 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.

આરોપી દિલીપ બોધરા જરૂરિયાતમંદ લોકોને વધુ ટકાના ભાવે પૈસા આપી કોરા ચેક, કોરા પ્રોમેશરી નોટ પર સહી કરાવી લેતો હતો. જો નાણાં લેનાર વ્યક્તિ રૂપિયા પરત આપવામાં ચૂક કરે તો કાયદેસરની કાર્યવાહીની ધમકી આપતો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી દિલીપ બોધરા વિરુદ્ધ જુદી જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories