Connect Gujarat
સુરત 

સુરત: ઓલપાડના કન્યાસી ગામે રમી રહેલ બાળક પર શ્વાન તૂટી પડ્યું,જુઓ CCTV

સુરત શહેર તથા જીલ્લામાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે,

X

સુરત શહેર તથા જીલ્લામાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે ઓલપાડ તાલુકાના કન્યાસી ગામે રખડતાં એક શ્વાને આતંક મચાવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં શ્વાને ૩ વર્ષીય બાળકને બચકા ભરતા લોકો દોડી આવ્યા હતા. CCTV ફૂટેજમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે, ઘર આંગણે રમતા બાળક ઉપર શ્વાન અચાનક કેવી રીતે હુમલો કરી રહ્યો છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા સાથે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, આ ઘટના બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ હુમલો કરનાર શ્વાનને મોતને ઘાટ ઉતાર્યો હતો.

તો બીજી તરફ, સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા યુવકને એક જ માસમાં 2 વખત શ્વાર કરડી જતાં સારવાર લથડી હતી. બાદમાં યુવકનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઈને શ્વાનનો પ્રશ્ન ફરી સામે આવ્યો છે. જોકે, યુવકનું મોત શ્વાન કરડવાથી થયું છે કે, કેમ તે અંગે પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ જાણવા મળશે. તો બીજી તરફ, સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story