સુરત: ઉધનામાં મોડી રાતે લુમ્સના કારખાનામાં લાગી ભીષણ આગ, 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ.....

લુમ્સના કારખાનામાં અચાનક આગ લાગતા આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. કાપડના યુનિટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું

New Update
સુરત: ઉધનામાં મોડી રાતે લુમ્સના કારખાનામાં લાગી ભીષણ આગ, 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ.....

ઉધના વિસ્તારના હરિનગર-3, માં મોડી રાત્રે કાપડના યુનિટમાં ભીષણ આગ લાગી હતી. આ આગ પાછળના અન્ય યુનિટમાં પણ પ્રસરતા અફરાતફરી મચી ગઈ હતી. ખૂબ મોટા પ્રમાણમાં માલસામાન હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડના કરાતા મજુરા, ડુંભાલ અડાજણ, માન દરવાજા, ભેસ્તાન સહિતના ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી આવી હતી.

ભારે જહેમત બાર ભિષણ આગ કાબુમાં આવી હતી. સદનસીબે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી. લુમ્સના કારખાનામાં અચાનક આગ લાગતા આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. કાપડના યુનિટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શહેરના 7 ફાયર સ્ટેશનની 16 જેટલી ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. 3 માળના કારખાનામાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.

Latest Stories