Connect Gujarat
સુરત 

સુરત : જૂની અદાવતે ખાનગી 2 એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે મારમારી, એક ચાલકને ગંભીર ઇજા...

સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે જૂની અદાવતે 2 ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

X

સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે જૂની અદાવતે 2 ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલામાં એક ચાલકને ગંભીર ઇજા પહોચી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ નજીક જૂની અદાવતની રીસ રાખી 2 ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે વિવાદ સર્જાયો હતો, ત્યારે આ વિવાદ ઉગ્ર ઝઘડામાં રૂપાંતર થતાં વાત મારામારી સુધી પહોચી હતી. જેમાં એક એમ્બ્યુલન્સના ચાલકે તીક્ષ્ણ હથિયાર વડે અન્ય એમ્બ્યુલન્સના ચાલક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાના કારણે ઘાયલ થેયેલા ચાલકને સિવિલ હોસ્પિટલના OTP વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી આ મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story