સુરત : શ્વાને બચકાં ભરતા બાળકીને પહોચી ગંભીર ઇજા, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ...

સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં શ્વાને એક બાળકી પર અચાનક હુમલો કર્યો હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.

New Update
સુરત : શ્વાને બચકાં ભરતા બાળકીને પહોચી ગંભીર ઇજા, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ...

સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં શ્વાને એક બાળકી પર અચાનક હુમલો કર્યો હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. આ ઘટનામાં બાળકીને શરીરે ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

તાજેતરમાં શ્વાનના હુમલાને કારણે સુરતના વરાછા વિસ્તારની માસુમ દીકરીના ગાલ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી. ત્યારબાદ તંત્ર એલર્ટ થયું હતું, પરંતુ ફરી એક વખત વેડરોડ વિસ્તારમાં એક બાદ એક 3 જેટલા કિસ્સાઓમાં બાળકોને શ્વાન દ્વારા કરડવાની ઘટના સામે આવી છે. જેને કારણે લોકોમાં શ્વાનોના હુમલાને લઈને ભય જોવા મળી રહ્યો છે. શિયાળા દરમ્યાન શ્વાન દ્વારા કરડવાની ઘટના પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જતી હોય છે, ત્યારે વેડરોડ વિસ્તારમાં આવેલ ઈંટવાળા ફળિયામાંથી બાળકી પસાર થઈ રહી હતી તે દરમ્યાન એક શ્વાન એકાએક બાળકીને જોતા જ તેના ઉપર હુમલો કર્યો હતો. શ્વાનના આ હુમલામાં બાળકીને હાથ-પગ અને મોઢાના ભાગે ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શ્વાન જ્યારે પસાર થઈ રહ્યો હતો, ત્યારે બાળકી સામેથી દોડતી દોડતી આવી રહી હતી. તેના ઉપર શ્વાનની નજર જતાની સાથે જ તેણે તેના ઉપર હુમલો કર્યો હતો, જ્યારે બનાવના પગલે આસપાસના લોકોએ દોડી આવી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.

Latest Stories