Connect Gujarat
સુરત 

સુરત : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય રામોત્સવનું આયોજન

ભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે.

સુરત : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય રામોત્સવનું આયોજન
X

ભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે. ત્યારે દરેક ક્ષેત્રના લોકો પોતાની રીતે આ અવસરને યાદગાર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ હિન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓ 22 જાન્યુઆરી પહેલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાગણમાં ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટી ખાતે રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યા નગરીમાં પ્રવેશતા હોય તે પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. અંદાજે 56 ફૂટ જેટલું ભવ્ય ભગવાન શ્રીરામનું કટઆઉટ લગાડવામાં આવ્યું છે. સાથે સાથે ભગવાન રામલલ્લાની જે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે મંદિરનો આકાર પણ ઉભો કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીરામના જીવન ચરિત્રની પ્રદર્શની લગાવવામાં આવી છે. ભગવાનની જીવન યાત્રા દરમિયાન આવેલા પ્રસંગોને પણ પ્રદર્શનના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે જેથી કરીને યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા અનેક લોકો તેને નિહાળી શકશે.

Next Story