New Update
સુરતના ઉધનામાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખવાની ઘટનામાં પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી છે. નાના ભાઈના લગ્ન થવાના હોવાથી તેનું મન દુઃખ રાખી હત્યા કરી હતી.
આરોપીએ અગાઉ વર્ષ 2015માં તેની જ પત્નીની હત્યા કરી નાખી હતી, અને એ ગુનામાં તે હાલમાં જેલમાં બંધ હતો. થોડા દિવસ પહેલા જ જામીન પર બહાર આવ્યો હતો અને હવે નાના ભાઈની હત્યાના ગુનામાં ફરી જેલમાં બંધ થયો છે.
સુરતના ઉધના વિસ્તારમાં બી.આર.સી નજીક પ્રભુ નગર સોસાયટીમાં રહેતા રઘુનાથ પાત્રા એ તેના નાના ભાઈ રવિપાત્રા વચ્ચે તારીખ 25/ 8 / 2024 ના રોજ ઝઘડો થયો હતો. મોટા ભાઈએ નાના ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી.નાના ભાઈના લગ્ન થવાના હોવાથી મોટા ભાઈએ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. જોકે મોટા ભાઈ રઘુનાથ પાત્રાએ પોતાની પત્નીની વર્ષ 2015માં હત્યા કરી નાખી હતી.અને તે આરોપ સર જેલમાં હતો,જોકે થોડા સમય અગાઉ જ રઘુનાથ પાત્રા જેલમાંથી જામીન પર છૂટીને આવ્યો હતો,અને પોતાના નાના ભાઈને જ મોતને ઘાટ ઉતારી દેતા ફરીથી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો.
Latest Stories