-
હજીરા માર્ગ પર ડમ્પર બસ વચ્ચે જોરદાર ટક્કર
-
અકસ્માતમાં બંને વાહનોએ મારી પલટી
-
ડમ્પર ચાલક સાઇકલ અને કારને બચાવવા જતા સર્જાયો અકસ્માત
-
બસમાં સવાર એક વ્યક્તિનું મોત,15થી વધુ ઘાયલ
-
અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા બહાર
સુરતના હજીરા પાસે ડમ્પર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી.સર્જાયેલા અકસ્માતમાં બંને કદાવર વાહનો પલટી મારી ગયા હતા,જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું,જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે.અને ઘટનાના CCTV સામે આવ્યા છે.એક સાઈકલ ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રસ્તા પરથી એક કાર પસાર થઈ રહી હતી અને પાછળથી એક ડમ્પર પૂરઝડપે આવી રહ્યું હતું. આ સમયે ડમ્પરનો ચાલક બંનેને બચાવવા જતા સામેથી આવી રહેલી બસ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે, બસનો કાચ તૂટી જતા ત્રણ લોકો બહાર પટકાયા હતા. બસ અને ડમ્પર બંને પલટી ગયા હતા. અકસ્માતના કારણે રસ્તા પર લોકોમાં નાસભાગ મચી હતી.
હજીરાની AMNS કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી બસમાં 50 થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું,જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.