સુરત : નશાની હાલતમાં આધેડે પાણી સમજીને એસિડ ગટગટાવ્યું, ટૂંકી સારવાર બાદ મોત...

સુરત શહેરના કડોદરા વિસ્તારમાં એક આધેડે નશાની હાલતમાં પાણી સમજીને એસિડ ગટગટાવી લેતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

New Update
સુરત : નશાની હાલતમાં આધેડે પાણી સમજીને એસિડ ગટગટાવ્યું, ટૂંકી સારવાર બાદ મોત...

સુરત શહેરના કડોદરા વિસ્તારમાં એક આધેડે નશાની હાલતમાં પાણી સમજીને એસિડ ગટગટાવી લેતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

સુરત શહેરના કડોદરા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય આધેડ અમૃત પાટીલને નશો કરવાની લતે મોત સાથે ભેટો કરાવી દીધો છે. જેમાં અમૃત પાટીલે નશાની હાલતમાં પાણી સમજીને એસિડ ગટગટાવી લીધું હતું. એસિડ ગટગટાવી લેતા થોડી જ ક્ષણોમાં અમૃત પાટીલ ઢળી પડ્યા હતા, ત્યારે પરિવારજનોએ અમૃત પાટીલને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં અમૃત પાટીલનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે, મોભીનું મોત થતાં પરિવારના સભ્યો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.

Latest Stories