સુરત : સામાન્ય બોલાચાલીમાં ખેલાયો ખૂની ખેલ, ચપ્પુના ઘા વાગતા યુવાનની હત્યા...

સુરત શહેરના વેસું વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે અન્ય યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી હતી

સુરત : સામાન્ય બોલાચાલીમાં ખેલાયો ખૂની ખેલ, ચપ્પુના ઘા વાગતા યુવાનની હત્યા...
New Update

સુરત શહેરના વેસું વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે અન્ય યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી હતી, ત્યારે બનાવના પગલે ઉમરા પોલીસે હત્યારાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

છેલ્લા ઘણા સમયથી સુરત શહેર તથા જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. અહી ધોળા દિવસે માથાભારે ઇસમો અપહરણ, ખંડણી, લૂંટ, ચોરી, હત્યા સહિતના ગુન્હાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે સુરતના વેસું આવાસમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વેસુ આવાસમાં રહેતા 23 વર્ષીય દીપુ નામના યુવાન ઉપર આકાશ નામના યુવકે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ચપ્પુના ઘા ઝીંકી દીપુને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી હતી. સામાન્ય બોલાચાલીમાં હત્યાના બનાવને અંજામ અપાતાં ઉમરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દીપુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, ત્યારે હાલ તો ઉમરા પોલીસે હત્યારા આકાશને વહેલી તકે ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

#crime #SuratCityPolice #CrimeCitySurat #murder #Knife #MurderWithknife #BeyondJustNews #Deadbody #YouthMurder #Surat #Vesu #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article