સુરત : દોઢ વર્ષનું રમતું બાળક ચોથા માળેથી નીચે પટકાયું, માતા પહોંચે એ પહેલાં જ બાળકનું પ્રાણપંખેરુ ઊડી ગયું......

માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા એક એપાર્મેન્ટમાં કરુણ ઘટના સામે આવી છે.

સુરત : દોઢ વર્ષનું રમતું બાળક ચોથા માળેથી નીચે પટકાયું, માતા પહોંચે એ પહેલાં જ બાળકનું પ્રાણપંખેરુ ઊડી ગયું......
New Update

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા એક એપાર્મેન્ટમાં કરુણ ઘટના સામે આવી છે. મૂળ બિહારના અને છેલ્લાં બે વર્ષથી નવાપરા ગામે રહેતા અને PARLE G બિસ્કિટની કંપનીમાં કામ કરતા મુકેશભાઈ ચૌધરીને સંતાનમાં ત્રણ બાળક છે. ગત સાંજના સમયે મુકેશભાઈની પત્ની ઘરમાં કામ કરી રહ્યાં હતાં અને તેમનો દોઢ વર્ષનો પુત્ર સમર ઘરની ગેલરીમાં રમી રહ્યો હતો. એ દરમિયાન રમતાં રમતાં સમર લોખંડની સેફ્ટી ગ્રિલ પર ચડી ગયો હતો અને ચોથા માળેથી નીચે પડી ગયો હતો. કંઈ નીચે પડ્યું હોવાનો આભાસ બાળકની માતાને થતાં તેણે ગેલરી તરફ દોટ મૂકી. ત્યાં જઈને જતાં તેને બાળક દેખાયો ન હતો, જેથી તેણે નીચે નજર કરતાં બાળક નીચે પડ્યું હોવાનું નજરે ચડતાં જ તે નીચે તરફ ભાગી હતી. માતાએ દોટ મૂકી નીચે પહોંચીને જોયું તો બાળકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી માતા બાળક પાસે પહોંચે એ પહેલાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. માતાએ મૃતક બાળકને હાથમાં લઈને સતત ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળક ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યું હતું. માતાનું રુદન જોઈને આજુબાજુમાં રહેતા લોકોની આંખો પણ ભીની થઇ ગઈ હતી. બાદમાં પરિવારે ભારે હૈયા સાથે બાળકની અંતિમવિધિ કરી હતી.

#died #fourth floor #BeyondJustNews #fell #Connect Gujarat #child #Gujarat #Surat
Here are a few more articles:
Read the Next Article