સુરત : ઊંઘમાંથી ઉઠતા જ શ્વાસ લેવામાં તકલીફ બાદ હાર્ટએટેકથી આશાસ્પદ યુવકનું મોત..!

સુરત શહેરમાં હાર્ટ એટેકથી મોતના બનાવ યથાવત છે, ત્યારે હજીરા ખાતે વધુ એક યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું છે.

New Update
સુરત : ઊંઘમાંથી ઉઠતા જ શ્વાસ લેવામાં તકલીફ બાદ હાર્ટએટેકથી આશાસ્પદ યુવકનું મોત..!

સુરત શહેરમાં હાર્ટ એટેકથી મોતના બનાવ યથાવત છે, ત્યારે હજીરા ખાતે વધુ એક યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું છે. 32 વર્ષીય યુવક ઊંઘમાંથી ઉઠતા જ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

સુરત શહેરમાં દિન પ્રતિદિન હાર્ટએટેકથી મોત નીપજવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. બાઈક પર કે, ચાલતા ચાલતા હાર્ટ એટેક આવતાથી મોત નીપજવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં હજીરા ખાતે એક યુવકને હાર્ટએટેક આવતા તેનું મોત નીપજ્યુ હતું, જ્યારે વધુ એક હાર્ટએટેકની ઘટનામાં હજીરાના ભટલાઈ ગામમાં રહેતા 32 વર્ષીય સોનું રામધાર સિંગ નામના યુવકનું મોત નીપજ્યું છે. સોનું સિંહ મૂળ બિહારનો વતની છે. પરિવાર કોલકત્તામાં રહે છે. સોનુ સુરતના હજીરા ખાતે આવેલ L&T કંપનીમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. સોનું ઊંઘમાંથી ઉઠ્યો ત્યારે અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. સોનુને હાર્ટએટેક આવ્યું હોવાનું પરિવારે અનુભવતા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. હાર્ટએટેકથી યુવકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઇ હજીરા પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

Latest Stories