/connect-gujarat/media/post_banners/2e9c18a7bc985e69357fd5902b5a0941351515a23017c4551dc0dc3c0b06445e.webp)
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ સોનલ ઇન્ડસ્ટ્રીયલમાં કેટરિંગ ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની હતી જેના કારણે દોડધામ મચી જવા પામી હતી.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ ક્રિષ્ના નગર ખાતે તુષાર ઠક્કર કેટરીંગનું ગોડાઉન ધરાવે છે.આજરોજ કારીગરો ગોડાઉનમાં કામ કરી રહ્યા હતા.ગેસ સિલિન્ડર લીકેજ થતા અચાનક આગ ફાટી નીકળી હતી.ઘટનાને લઈ કારીગરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.ગેસ લીકેજના કારણે સિલેન્ડર ધડાકે સાથે ફાટ્યો હતો.લોકોમાં પણ ભારે દોડધામ બચી ગઈ હતી ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.આગની ચપેટમાં કેટરીંગનો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થઈ ગયો છે.બીજી બાજુ ઘટનામાં કોઈજાનહાની થઈ ન હતી