Connect Gujarat
સુરત 

સુરત : ઓલપાડના લવાછા ગામની મહિલાઓ દારૂના ધંધાથી મુક્ત બને તે માટે ખાસ કાર્યક્રમ યોજાયો

સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના લવાછા ગામની બહેનો કે જે દારૂના ધંધા સાથે જોડાયેલ છે

X

સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના લવાછા ગામની બહેનો કે જે દારૂના ધંધા સાથે જોડાયેલ છે તેવી બહેનોને સ્વ નિર્ભર બનાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીલ્લા એસ પી તેમજ એન જી ઓ દ્વારા બેહેનોને માહિતી પૂરી પાડવામાં આવી

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાનું લવાછા ગામ કે જે છેવાડાના ગામોમાં દારૂનો ધંધો મોટા પ્રમાણમાં થાય છે ,આ વિસ્તારમાં મહિલાઓ પણ મોટા પ્રમાણમાં દારુના ધંધા સાથે સંકળાયેલી છે ત્યારે આ મહિલાઓ દારૂના ધંધાના દુષણમાંથી મુક્ત થાય અને સ્વ નિર્ભર બને એ માટે જીલ્લા પોલીસ વડા તેમજ સુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગામમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં લવાછા ગામની દારૂના ધંધા સાથે સંકળાયેલી ૨૦ જેટલી મહિલાઓ તેમજ આડમોર ગામની ૨ વિધવા મહિલાઓએ ભાગ લીધો હતો, કાર્યક્રમ દરમ્યાન સ્વ નિર્ભર બનાવવા માટે આગામી દિવસોમાં છેવાડાના ગામોમાં લઘુ ઉદ્યોગ તેમજ ગૃહ ઉદ્યોગ માટે ટ્રેનિંગ આપવામાં આવી તે સાથે બેંક લોનની પણ સહાયતા પૂરી પાડવામાં આવશે, જેથી કરીને મહિલાઓ આત્મ નિર્ભર બને શકે.

Next Story