સુરત : સુરતમાં પરિણીતાનું વિધિના બહાને ભુવાએ શિયળ લૂંટ્યું,પોલીસે કરી પાખંડીની ધરપકડ

લોકોએ ભુવાને પકડીને તેનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી.અને પોલીસે પણ નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો..

New Update
  • ભુવાએ વિધિના બહાને મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

  • પતિ પત્નીને ભુવાએ કીધું તમારો ભાગ્ય યોગ પાકી ગયો છે

  • પતિ પત્નીને વશમાં કરી નિર્વસ્ત્ર કરી પતિને બહાર મોકલી આપ્યો

  • પતિની ગેરહાજરીમાં મહિલા સાથે ભુવા ભરતે આચર્યું દુષ્કર્મ

  • કાપોદ્રા પોલીસ મથકમાં ભુવા વિરૂદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવ્યો

  • પોલીસે બળાત્કારી ભુવાની કરી ધરપકડ 

Advertisment

સુરતના કાપોદ્રામાં પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો.ભુવાના પાખંડ સામે જનાક્રોશ જોવા મળ્યો હતો,અને લોકોએ ભુવાને પકડીને તેનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી.અને પોલીસે પણ નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ગુજરાતના છોટા ઉદેપુરમાં ભુવાએ તાંત્રિક બલિના બહાને એક માસુમ બાળકીની હત્યા કરી નાખી હતી,હજી આ ચકચારી ઘટનામાં પોલીસ તપાસ ચાલી રહી છે,ત્યાંજ સુરત માંથી અન્ય એક ભુવાના પાખંડની ઘટના પ્રકાશમાં આવી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પરિણીતાને ત્યાં અવારનવાર અમરેલીના ધારીના નવા ચરખા ગામે રહેતો ફઈજીનો દીકરો એવો ભૂવો ભરત કડવા કુંજડિયા આવતો જતો હતો. આ ભૂવો આ પરિવારનો સંબંધી જ થતો હોવાથી સુરતમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનું થાય ત્યારે અહીં પણ આવતો અને રોકાતો હતો.

ગત 19મી જાન્યુઆરીએ આ ભૂવો વિધિ માટે આવ્યો હતો.તેની સાથે તેમના સેવક તરીકે તેમનો પુત્ર ધ્રુવ અને સંબંધી અતુલ પણ આવ્યા હતા. થોડાક સમય રોકાયા બાદ યજમાનને ત્યાં વિધિમાં ગયા બાદ 21મીએ પરિણીતાના પતિને બોલાવી એક સંબંધીને ત્યાં લઈ ગયો હતો.

રાત્રે આ પરિણીતાના ઘરે જ ભૂવો રોકાઈ ગયો હતો. તે વખતે તમારું ભાગ્ય જાગી ગયું છેકહી વિધિના બહાને આ દંપતીને એક રૂમમાં લઇ ગયો હતો.અહીં બંનેને નગ્ન કરી વિધિનું નાટક કરી પતિને રૂમની બહાર મોકલી દીધો હતો.પરિણીતા એકલી રહી ત્યારે ભૂવાએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો.અને દુષ્કર્મ આચર્યું હતું.પરિણીતાએ પોતાની સાથે થયેલા બળાત્કારને લઈ સોમવારે 10 માર્ચ રાત્રે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ ભૂવો ફરાર થઈ ગયો હતો.

ભૂવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતુંતેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધિના બહાને પરિણીતાને પીંખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભૂવાએ 7મી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મિટિંગમાં પોતે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું હતું. ભૂવો વતન અમરેલીના ગામ પહોંચતા લોકો એટલી હદે રોષે ભરાયા હતા કેતેને માતાજીના મઢમાં લઇ જઇ અડધો ટકો કરી મોઢામાં ચંપલ મુકાવી માફી પણ મંગાવી હતી. ભૂવાને પકડીને સખત સજાની માંગણી કરાઈ રહી છે.

Advertisment

પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો મામલો ગંભીર હોવાથી ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરાએ વધુ તપાસ હાથ ધરી એક ટીમ અમરેલી મોકલી હતી. કાપોદ્રા પોલીસની ટીમ આરોપી ભૂવાને પકડી સુરત લઈ આવી હતી. હાલ તો આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisment
Latest Stories