સુરત : રાંદેરના મોરભાગલ શાકમાર્કેટ ખાતે ત્રણ ઇસમોએ એક યુવકને ચપ્પુના ઘા ઝીકયા, યુવકનું ઘટનાસ્થળે મોત..

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ મોરાભાગલ શાકમાર્કેટ ખાતે મોડી રાત્રે સલીમ નામના ઇસમની હત્યા કરવામાં આવી છે.

New Update
સુરત : રાંદેરના મોરભાગલ શાકમાર્કેટ ખાતે ત્રણ ઇસમોએ એક યુવકને ચપ્પુના ઘા ઝીકયા, યુવકનું ઘટનાસ્થળે મોત..

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ મોરાભાગલ શાકમાર્કેટ ખાતે મોડી રાત્રે સલીમ નામના ઇસમની હત્યા કરવામાં આવી છે. સલીમ શાકભાજીનો વ્યાપાર કરતો હતો તેમજ ફાઇનાન્સમાં ધંધા સાથે સંકળાયેલ હતો સલીમ અને તેના મિત્રો સાથે હતો. તે દરમિયાન ત્રણેય ઈસમો આવી એકાએક ચપ્પુના ઘા વડે હુમલો કરતા સલીમને મોતને ઘાટ ઉતારી દીધો હતો.સલીમના અન્ય મિત્રોને ઇજા થતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

હાલ પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. એસીબી ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે ગત રોજ મોરાભાગલ મચ્છી માર્કેટ ખાતે સલીમ ખલીલનું મર્ડર થયું છે. એની સાથેના મિત્ર હોસ્પિટલમાં દાખલ છે. ગુનામાં ફરિયાદીએ અજય,રફિક અને રવિનું નામ જાહેર કર્યા છે. હાલ સલિમના મિત્રોની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે હત્યાનું પ્રાથમિક કારણ આર્થિક કારણ હોઈ શકે તેવું જાણવા મળ્યું છે પરંતુ હાલ પોલીસ દ્વારા પુરાવાના આધારે આગળની તપાસ હાથ ધરી છે .

Latest Stories