Connect Gujarat
સુરત 

સુરત : દિવ્યાંગ બાળકી સાથે યુવકે કરેલા શારીરિક અડપલાં CCTVમાં કેદ, પોલીસે કરી નરાધમની અટકાયત...

ગોપીપુરા વિસ્તારમાં 13 વર્ષીય દિવ્યાંગ મુકબધીર બાળકી સાથે શારીરિક અડપલા કરનાર 28 વર્ષીય નરાધમની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં 13 વર્ષીય દિવ્યાંગ મુકબધીર બાળકી સાથે શારીરિક અડપલા કરનાર 28 વર્ષીય નરાધમની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાળકી વ્યવસ્થિત બોલી શકતી નથી, અને તે પગે અને હાથેથી દિવ્યાંગ છે. આ બાળકી ગત 8 તારીખના રોજ બિલ્ડીંગમાં રહેલા પેસેજમાં અન્ય નાના બાળકો સાથે રમી રહી હતી. તે દરમિયાન બાળકીની દિવ્યાંગતાનો લાભ ઉઠાવી 28 વર્ષીય યુવક વિરલ શાહ દ્વારા તેની શારીરિક અડપલા કરી છેડતી કરવામાં આવી હતી. યુવકની હરકતને લઈ દિવ્યાંગ બાળકી ગભરાઈ ગઈ હતી. આ અંગે તે કોઈને કહી શકતી ન હતી, જેથી પરિવારને પણ ઘટનાની જાણ સુધા ન હતી. જોકે, 2 દિવસ બાદ બિલ્ડીંગના એક સભ્ય દ્વારા બાળકીના પિતાને જણાવવામાં આવ્યું હતું કે, આપણા બિલ્ડિંગમાં રહેતો વિરલ શાહ નામનો યુવક તમારી છોકરી સાથે ચોથા માળે શંકાસ્પદ હરકતો કરતો હતો. જેને લઈ પરિવાર દ્વારા બિલ્ડીંગના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. જેમાં નરાધમ યુવક વિરલ શાહની શંકાસ્પદ હરકતો કેદ થયેલી જોવા મળી હતી. સમગ્ર મામલે અઠવા પોલીસે બાળકી સાથે અડપલા કરનાર નરાધમ વિરલ શાહ સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી અટકાયત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story