સુરત: ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની છરીના ઘા ઝીંકી હતા,આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ક્રિકેટના ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકને પેટમાં ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા

New Update
સુરત: ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની છરીના ઘા ઝીંકી હતા,આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ક્રિકેટના ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકને પેટમાં ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા જ્યાં યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ત્યારે પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

સુરતના પાંડેસરા ગોવાલક રોડ પાસે રહેતા શિવા ભગવાન શાહુનો અગાઉ ક્રિકેટ રમવા બાબતે દિપક પાંડે નામના ઈસમ સાથે ઝઘડો થયો હતો તે ઝઘડાના સમાધાન કરવા માટે શિવાને પાંડેસરા સ્થિત નાકોડા મેદાન પાસે બોલાવ્યો હતો અને બાદમાં દિપક પાંડે નામના ઇસમે ગળે મળી પેટમાં ચપ્પુના ઘા ઝીકી દીધા હતાં બીજી તરફ ઇજાગ્રસ્ત શિવાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ શિવાનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર ૧૯ વર્ષીય દુર્ગેશ પાંડેને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલી તેની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે અગાઉ ૫ જાન્યુઆરીએ ક્રિકેટ રમવા મુદ્દે થયેલા ઝઘડાની અદાવતને લઈને ઉતરાયણના દિવસે શિવો અને તેના મિત્રો ગ્રાઉન્ડ પર આવી તેને બે ત્રણ તમાચા માર્યા હતા અને તેના મિત્રો બેટ લઈને મારવા દોડ્યા હતા અને શિવાએ પોતાની પાસે રહેલું ચપ્પુ વડે મારવાનો પ્રયત્ન કરતા પોતે તેના હાથમાંથી ચપ્પુ ખેચી લઇ તેને મારી દીધું હોવાનું જણાવ્યું હતું

Advertisment