Connect Gujarat
સુરત 

સુરત : કથળતા શિક્ષણ મુદ્દે AAP મેદાને, વોટ્સએપ નંબર જાહેર કરી લોકોને શાળાના ફોટો શેર કરવા અપીલ

ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ રહી છે, ત્યારે સુરત ખાતે ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રામ ધડુકની આગેવાનીમાં બેઠક યોજાય હતી.

X

ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ રહી છે, ત્યારે સુરત ખાતે ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રામ ધડુકની આગેવાનીમાં બેઠક યોજાય હતી.

AAPના સંગઠન મંત્રી રામ ધડુકે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોના પ્રશ્નોને મજબૂતાઈથી ઉઠાવી રહી છે. સરકાર સમક્ષ લોકોના જે પ્રશ્ન છે, તે પહોંચાડી રહી છે. આવા સમયે થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ દરેક પાર્ટીઓમાં શિક્ષણને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આવા સમયે આવનારા દિવસોમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે. જે ગુજરાતમાં આવીને શિક્ષણ વિભાગ સંચાલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેનાર છે,

જ્યાં વડાપ્રધાન કમાન્ડ સેન્ટર પર ગુજરાતી સરકારી શાળાઓનું લાઇવ વિડીયો પ્રસારણ જોવાના છે, ત્યારે ગુજરાતના હાલના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ગુજરાતની 2-5 સારી સરકારી શાળા બતાવીને વડાપ્રધાનની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરશે. આવા સમયે આમ આદમી પાર્ટીએ વ્હોટ્સએપ નંબર 9512040404 જાહેર કરી જનતાને અપીલ કરી છે કે, તમારા ગામ કે શહેર વિસ્તારમાં ખરાબ અને ખંડેર સરકારી સ્કૂલોના ફોટો અને વિડીયો મોકલવા. જેથી આ ફોટો અને વિડીયો આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવે.

Next Story
Share it