કલકત્તા દુષ્કર્મ અને હત્યાનોમામલો
સુરત તબીબો બાદ હવે એબીવીપી આવ્યું મેદાનમાં
વીર નર્મદ યુનિવર્સિટી ખાતેABVP દ્વારા દેખાવ
મમતા સરકાર હાય હાયના નારા લગાવ્યા
આરોપીને કડકમાં કડક સજા કરવા માંગકરાઇ
પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે આશાસ્પદ તબીબ યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાનાપડઘા દેશભરમાં પડયા છે, ત્યારે પીડિત યુવતીને ન્યાય અપાવવા માટે સુરત વિદ્યાર્થી સંગઠનABVP દ્વારા પણ મમતાસરકારનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં કલકત્તાની ચકચારી રેપ વિથ મર્ડરની ઘટનાનાદેશભરમાં પડઘા પડ્યા છે.અને તબીબો બાદ હવે વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ પીડિત યુવતીને ન્યાય મળે તે માટે દેખાવો યોજવામાં આવ્યા છે.
જે અંતર્ગત સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંગઠનABVP દ્વારા મમતા સરકાર સામે દેખાવો કર્યા હતા,અને મમતા સરકાર હાય હાય ના નારા લગાવ્યા હતા,પીડિત યુવતીને ન્યાય મળે અને નરાધમ આરોપીઓને કડકમાંકડક સજા કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી સંગઠનABVP દ્વારા કરવામાં આવી હતી.