સુરત: કલકત્તા દુષ્કર્મ અને હત્યાની ઘટનાને વખોડી કાઢતું ABVP,મમતા સરકાર હાય હાયના લગાવ્યા નારા

પશ્ચિમ બંગાળમાં કલકત્તાની ચકચારી રેપ વિથ મર્ડરની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે.અને તબીબો બાદ હવે વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ પીડિત યુવતીને ન્યાય મળે તે માટે દેખાવો યોજવામાં આવ્યા

New Update

કલકત્તા દુષ્કર્મ અને હત્યાનો મામલો  

સુરત તબીબો બાદ હવે એબીવીપી આવ્યું મેદાનમાં

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા દેખાવ

મમતા સરકાર હાય હાયના નારા લગાવ્યા

આરોપીને કડકમાં કડક સજા કરવા માંગ કરાઇ

 પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે આશાસ્પદ તબીબ યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા દેશભરમાં પડયા છેત્યારે પીડિત યુવતીને ન્યાય અપાવવા માટે સુરત વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા પણ મમતા સરકારનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

પશ્ચિમ બંગાળમાં કલકત્તાની ચકચારી રેપ વિથ મર્ડરની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે.અને તબીબો બાદ હવે વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ પીડિત યુવતીને ન્યાય મળે તે માટે દેખાવો યોજવામાં આવ્યા છે.

જે અંતર્ગત સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા મમતા સરકાર સામે દેખાવો કર્યા હતા,અને મમતા સરકાર હાય હાય ના નારા લગાવ્યા હતા,પીડિત યુવતીને ન્યાય મળે અને નરાધમ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા કરવામાં આવી હતી.

#Kolkata rape case #Rape With Murder Case #Kolkata #મમતા સરકાર #દુષ્કર્મ કેસ #Rape With Murder #mamta banerjee #રેપ વિથ મર્ડર #.દુષ્કર્મ #Surat ABVP #ABVP #Kolkata Doctor Rape-Murder
Here are a few more articles:
Read the Next Article