સુરત : સામુહિક દુષ્કર્મ આચરીને સગીરાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દેવાની ઘટનામાં આરોપી બે વર્ષે ઝડપાયો

સુરતની સરથાણા પોલીસે 2023ના એક ચકચારી ગેંગરેપ અને મર્ડર કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે.ઉત્તરપ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને લઈ આવ્યો હતો.

New Update
  • સામુહિક દુષ્કર્મ અને હત્યાનો મામલો

  • સગીરા સાથે આચરવામાં આવ્યું હતું સામૂહિક દુષ્કર્મ

  • આરોપીઓએ પેટ્રોલ છાંટીને યુવતીને સળગાવી હતી

  • ઉત્તર પ્રદેશમાં યુવતીનું નિપજયુ હતું મોત

  • બે વર્ષ બાદ પોલીસે આરોપીની કરી ધરપકડ 

Advertisment

સુરતની સરથાણા પોલીસે 2023ના એક ચકચારી ગેંગરેપ અને મર્ડર કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે.ઉત્તરપ્રદેશથી 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર અપહરણ કરીને લઈ આવ્યો હતો. ત્યારબાદ ફેક્ટરીમાં જ તેના માલિક નિક્ષિત ઘરસાડિયા અને કારીગર દ્વારા બંનેએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.અને પેટ્રોલ છાંટીને યુવતીને સળગાવી દીધી હતી,જે ઘટનામાં બે વર્ષ બાદ પોલીસે નિક્ષિતને ઝડપી લીધો છે.

સુરતના સરથાણ પોલીસની હદ વિસ્તારમાં આવેલ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં બે વર્ષ પહેલા જધન્ય ઘટના બની હતી,જેમાં આ કંપનીમાં કામ કરતો કારીગર મહાવીર વર્ષ 2023માં ઉત્તરપ્રદેશથી 16 વર્ષની સગીરાનું અપહરણ કરીને લઇ આવ્યો હતો,અને ફેકટરીના માલિક નિક્ષિત ઘરસાડીયા અને કારીગર મહાવીર દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું,કંપનીના માલિક અને કારીગરે હેવાનિયતની હદ વટાવતા ગેંગરેપ પીડિતાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી. જેથી સગીરાનું સારવાર દરમિયાન ઉત્તરપ્રદેશમાં મોત નિપજ્યું હતું.

આ કેસ ઉત્તરપ્રદેશમાં નોંધાતા છેલ્લા બે વર્ષથી આરોપીની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસે સરથાણા પોલીસની મદદ માંગી હતી. જેથી સરથાણા પોલીસને નિક્ષિત રોજ પાનના ગલ્લે સિગરેટ પીવા આવતો હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ વોચ ગોઠવી તેને ઝડપી લેવાયો હતો.અને હાલ આરોપીની કસ્ટડી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisment
Latest Stories