-
કતારગામમાં થયેલ હત્યાનો મામલો
-
21 વર્ષીય નેપાળી યુવાનની હત્યા થઇ હતી
-
ગળું કાપી યુવકની હત્યા કરવામાં આવી હતી
-
પોલીસે આરોપીની ધરપકડ કરી
-
સામાન ભરવાની બેગ પરત માંગતા કરી હતી હત્યા
-
પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
-
આરોપી 4 દિવસ પહેલા જ જામીન પર મુક્ત થયો હતો
સુરતના કતારગામમાં ચાર દિવસ પૂર્વે જ જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
સુરતના કતારગામ ગોતાલાવાડી રેલરાહત કોલોનીમાં રહેતો 40 વર્ષીય પ્રકાશ મૂળજી સોસા 4 દિવસ પૂર્વે જ વાહનચોરીના કેસમાં જામીન પર લાજપોર જેલથી બહાર આવ્યો હતો.7મી માર્ચે બનેલા બનાવમાં પ્રકાશ સોસા તેના 20 વર્ષીય નેપાળી ભાડૂત સરોજ દીપક બોહરાના રૂમમાંથી તેની બેગ લઇ જતો રહ્યો હતો.
જેથી સરોજ પોતાની બેગ લેવા પ્રકાશના રૂમ પર ગયો હતો. જ્યાં બંને વચ્ચે માથાકૂટ થતાં પ્રકાશે સરોજના ગળે ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. આ મામલે મૃતકના બનેવી આકાશ પુને ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે રીઢા આરોપી પ્રકાશ સોસાની ધરપકડ કરી હતી.
મૃતક સરોજ મૂળ નેપાળનો હતો અને તે હીરાના કારખાનામાં મજૂરી કરતો હતો.પોલીસે જણાવ્યું કે રીઢો પ્રકાશ સોસા અગાઉ કતારગામ પોલીસમાં વાહનચોરી, જુગાર, મારામારી જેવા ગંભીર 5 ગુનામાં પકડાયો હતો. એટલું જ નહિ થોડા દિવસ પહેલા વાહનચોરીમાં કતારગામ પોલીસે તેને પકડી પાડી લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.