સુરત : અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા

સુરતમાં દીવાળીના દિવસે પોર્ન ફીલ્મ જોયા બાદ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખનારા નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

સુરત : અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા
New Update

સુરતમાં દીવાળીના દિવસે પોર્ન ફીલ્મ જોયા બાદ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખનારા નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

સુરતના વડોદમાં માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોરે હવસ સંતોષી હતી. માસુમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. દીવાળીના દિવસે ડીજે પાર્ટી જોવા ગયેલી અઢી વર્ષીય બાળકી નવા વર્ષની ઉજવણી પણ કરી શકી ન હતી. દિવાળી રાતે જ નરાધમે તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપી ગુડ્ડકુમાર યાદવની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે સાત જ દિવસમાં 246 પાનાંની ચાર્જશીટ સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. આરોપીએ અશ્લીલ ફિલ્મ જોઇ દારૂના નશામાં હવસખોર બની બાળકીને પીખી નાંખી હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીને અશ્લિલ ફીલ્મો સાથેનું મેમરી કાર્ડ આપનારા દુકાનદારની પણ ધરપકડ કરી હતી. આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી ગુડ્ડુકુમાર યાદવને ફાંસીની સજા ફટકારી છે. ફરિયાદ પક્ષ તરફથી સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી.

રાજયમાં હવે દુષ્કર્મના કેસમાં કોર્ટ ઝડપથી ચુકાદા આપી રહી છે. ગત મહિને જ દુષ્કર્મના એક કેસમાં આરોપીને માત્ર 29 દીવસમાં જ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ અને તેમાંથી એક બાળકીની હત્યા કરી નાંખનારા વિજય ઠાકોર નામના આરોપીને પણ કોર્ટે આજીવન કેદની સજા આપી છે. આમ રાજયમાં દુષ્કર્મના ત્રણ કેસમાં કોર્ટે ઝડપી ચુકાદા આપ્યાં છે. ત્રણેય કેસમાં પોલીસની કામગીરી પણ સરાહનીય રહી છે. પોલીસે ઝડપથી પુરાવાઓ ભેગા કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.

#CGNews #ConnectGujarat #BeyondJustNews #accused #Surat #News #Rape Accused #Surat Court #Surat CIty Police #hanged Till death #Death penaulty
Here are a few more articles:
Read the Next Article