સુરત : જમાઈને બદનામ કરવા હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસરા સસ્પેન્ડ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસરાને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
Advertisment
  • લિંબાયતમાં જમાઈને બદનામ કરવા ઘડાયું હતું કાવતરું

  • હિન્દુ સમાજની લાગણી દુભાય તે માટે પેમ્પલેટ છપાવ્યા

  • ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસરા થઈ છે ધરપકડ

  • કડક કાર્યવાહી કરવા ભારતીય ગૌરક્ષા મંચની હતી રજૂઆત

  • શિક્ષણ સમિતિ દ્વારા આચાર્ય સસરા સસ્પેન્ડ કરવામાં આવ્યા

Advertisment

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસરાને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સુરતની લિંબાયત પોલીસે થોડા દિવસ અગાઉ એક સરકારી શિક્ષકની ધરપકડ કરી હતી. જે સરકારી શિક્ષક ઉપર પોતાની દીકરીને હેરાન કરનાર જમાઈને બદનામ કરવાનો આરોપ લાગ્યો છે. જેમાં બદલો લેવા માટે સરકારી શિક્ષકે હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા લખાણ સાથેના પેમ્પલેટ છપાવ્યા હતા. જેમાં હિન્દુ સંગઠન સહિત અન્ય લોકો સરકારી શિક્ષકના વિરોધમાં પોલીસ મથકે જાયઅને જ્યારે પોલીસ તપાસ થઈ ત્યારે જાણવા મળ્યું કેલિંબાયતમાં જમાઈના ટ્યુશન ક્લાસીસને બંધ કરાવવા અને તેને વિદ્યા સહાયની સરકારી નોકરી ન મળે તે માટે સસરાએ જ પેમ્પલેટ વાયરલ કર્યા હતા. આ મામલે શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 234ના આચાર્ય સુલેમાન ચાંદ શેખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. જોકેઆચાર્ય કક્ષાના વ્યક્તિ દ્વારા સમાજમાં વૈમનસ્ય ફેલાવાવાના વિરોધમાં આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવે તેવી ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા શિક્ષણ સમિતિને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતીત્યારે આ મામલે આચાર્ય સુલેમાન ચાંદ શેખને શાસનાધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Latest Stories