Connect Gujarat
સુરત 

સુરત:લાંબા વિરામ બાદ વરસાદની મોડી સાંજે ધમાકેદાર એન્ટ્રી ખેડૂતોના પાકોને જીવતદાન

આખરે મેઘરાજા મહેરબાન થયા હતા.ઓલપાડ,બારડોલી,માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.

X

સુરત જિલ્લામાં આખરે મેઘરાજા મહેરબાન થયા હતા.ઓલપાડ,બારડોલી,માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ હતી.ખેડૂતોના પાકને હાલ નવું જીવનદાન મળ્યું છે.

સુરત જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.ત્યારે આખરે જન્માષ્ટમી ના તહેવાર પર મેઘરાજા એ રિસામણા છોડ્યા હતા.અને ફરી વરસવાનું શરૂ કર્યું હતું.આજરોજ મોડી સાંજે સુરત જિલ્લાના ઓલપાડ,માંગરોળ,માંડવી,બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો.વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.અને ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.ઉલ્લેખનીય છે કે જૂન,જુલાઈ મહિનામાં સારો વરસાદ વરસ્યા બાદ આખો ઓગસ્ટ મહિનાનો કોરેકોરો રહ્યો હતો. જેને લઇને ફરી નદી - નાળાઓમાં પાણી તળિયાઝાટક થઈ ગયા હતા. આકાશી ખેતી કરતા ખેડૂતોનો પાક પણ સુકાઇ જવાની આરે હતો. ખેડૂતોના પાકમાં અલગ અલગ જીવાતોએ પણ ઘર બનાવી દીધું હતું. જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.ત્યારે હાલ લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો હતો.વરસાદને લઈને ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે.

Next Story